ત્રણ શખ્સો સામે માર માર્યાની ફરિયાદ નોંધાઈ હળવદ : હળવદમાં દુકાન પાસે ઉભા રહેવા મામલે માથાકૂટ થવાથી ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી ઉર્જાબેન મયુદીનભાઈ દિવાન ઉ.વ.૧૮ ધંધો ઘરકામ રહે ભવાનીનગર ઢોળો પાસે હળવદ વાળીએ આરોપીઓ સમીરભાઈ જુમાભાઈ સંધી, જુમાભાઈ કરીમભાઈ સંધી, કરીમભાઈ હસનભાઈ સંધી (રહે ત્રણેય ભવાનીનગર ઢોળો, હળવદ) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૭ ના રોજ ભવાનીનગર ઢોળો ફરીયાદીના ઘર પાસે જાહેરમા બનેલા આ બનાવમાં આરોપીઓએ ફરીયાદીના ભાઈ સાથે દુકાન પાસે ઉભા રહેવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડી તથા ધારીયા વતી શરીરના ભાગે મુંઢ ઇજા કરી હતી. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.