મોરબી : મોરબી સીટી બી ડિવિઝન દ્વારા રહેણાંક મકાનમાંથી દેશી દારૂના મોટા જથ્થા સાથે આરોપી બુટલેગર મહિલાને પકડી પાડવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવેલ છે. ગઈકાલે તા. 5 મેના રોજ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમને મળેલ હકિકત આધારે સો ઓરડી પાસે માળીયા-વનાળીયા સોસાયટીમાં રહેતી દારૂની બુટલેગર સોનલ ઉર્ફે સોનકી વા/ઓ અબ્બાસભાઇ રસુલભાઇ કટીયાના રહેણાંક મકાનમાં રેઇડ કરતા મકાનમાંથી દેશી દારૂ લીટર 300, કી.રૂ. 6000નો મુદામાલ વેચાણ અર્થે રાખેલો હતો. જેથી, પોલીસે મુદામાલ કબ્જે કરી મહીલાની અટક કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.