મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા મોડપર ગામમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો પૈકી પાંચ શખ્સોની અટકાયત કરવામાં આવેલ છે. તેમજ 2 શખ્સો ફરાર થઇ જતા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. ગઈકાલે તા. 5ના રોજ મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા રેઇડ દરમિયાન મોડપર ગામમાં હોકળા કાંઠે આવેલ લુહારના મંદિર નજીક ખુલ્લા પટ્ટમા મંદિરની દિવાલના છાંયે જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા 7 આરોપીઓને રોકડ રકમ રૂ. 5190 સાથે પકડી પાડવામાં આવ્યા હતા. જેમાંથી નવઘણભાઇ દામજીભાઇ બાવરવા (ઉ.વ.૨૧, ધંધો.મજુરી), ગોરધનભાઇ અમરશીભાઇ કગથરા (ઉ.વ.૬૮, ધધો.ખેતી), મણીલાલ માધવજીભાઇ કુંડારીયા (ઉ.વ.૬૦, ધંધો.બાર્બર), ડાયાભાઇ હરીભાઇ બાવરવા (ઉ.વ.૭૦ ધંધો.નિવ્રુત) તથા ગભાભાઇ પરષોતમભાઇ દેલવાડીયા (ઉ.વ.૪૫, ધંધો.શાકભાજી વેચવાનો, રહે. બધા મોડપર ગામ)ની અટકાયત કરવામાં આવેલ છે. તેમજ જયપાલસિંહ ઉર્ફે ટીસુભા જશુભા ઝાલા તથા નીલેશભાઇ વાલજીભાઇ કગથરા (રહે. બંને મોડપર ગામ) નાસી જતા પોલીસે તેઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.