પરપ્રાંતિયોને વતન જવા માટે મેડિકલ સર્ટી આપવાની પુરજોશમાં ચાલતી કાર્યવાહી મોરબી : મોરબી જિલ્લામાં વસતા બહાર રાજ્યોના હજારો શ્રમિકોને હાલની લોકડાઉનની પરિસ્થિતિમાં તેમના વતન જવાની સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે.તેથી આરોગ્ય તંત્ર દ્વારા વતન જવા માંગતા આ પરપ્રાંતિયોને આરોગ્ય તંત્ર દ્વારા મેડિકલ સર્ટિફિકેટ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.જેમાં મોરબી જિલ્લામાં 1 મેં થી 5 મેં સુધીમાં શ્રમિકોને વતન જવા માટે 96686 મેડિકલ સર્ટી.ઇસ્યુ કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના આરોગ્ય સેન્ટરોમાં હાલ આરોગ્ય તંત્ર દ્વારા પરપ્રાંતિયોની વતન વાપસી માટે મેડિકલ સર્ટી કાઢવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને છેલ્લા ચાર દિવસથી આરોગ્ય સેન્ટરોમાં મેડિકલ સર્ટી કઢાવવા માટે પરપ્રાંતિયોનો ભારે ઘસારો થઈ રહ્યો છે.ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા છેલ્લા ચાર દિવસમાં મેડિકલ સર્ટી કાઢવાની થયેલી કાર્યવાહી જાહેર કરવામાં આવી છે.જેમાં ગત તા.1 મેં ના રોજ 2687 ,તા.2 મેં ના રોજ 15090 ,તા.3 મેં ના રોજ 25515 અને તા.4 મેં ના રોજ 30343 તેમજ તા.5 મેં ના રોજ 23051 મેડિકલ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવ્યા છે.આ રીતે છેલ્લા પાંચ દિવસમાં 96686 મેડિકલ સર્ટી.ઇસ્યુ કરવામાં આવ્યા છે અને આ કામગીરી હજુ ચાલુ છે.