મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે બહારથી આવેલા 31 લોકોના સહિત કુલ 41 લોકોના સેમ્પલ લેવાયા છે. જે તમામનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મોરબી જિલ્લામાં સોમવારે કુલ 41 લોકોના સેમ્પલ લેવાયા હતા. જેમાં મોરબી સિવિલમાં દાખલ 20 વર્ષની મકનસરની યુવતી, ગ્રીનચોકના 13 વર્ષના બાળક અને રાજકોટ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં સારવારમાં રહેલા 65 વર્ષના બેલા ગામના વૃદ્ધ અને 60 વર્ષના ટંકારાના ઓટલા ગામના વૃદ્ધ તેમજ અન્ય મોરબી સિવિલમાં અન્ય સારવારમાં આવેલા 4 અને ક્રિષ્ના હોસ્પિટલમાં અન્ય સારવારમાં આવેલા 2 લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા અન્ય જિલ્લા અને રાજ્યોમાંથી આવેલા 31 લોકોના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આમ મોરબી જિલ્લામાં સોમવારે કુલ 41 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા હતાં. જે તમામના રિપોર્ટ કોરોના નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/