મોરબી : હાલમાં કોરોનાનો કહેર અને લોકડાઉનની પરિસ્થિતિમાં જરૂરી કામ સિવાય અવરજવર ઓછી હોય, જેના લીધે રક્તદાન પણ ઓછું થયું હોય તે સ્વાભાવિક છે. ત્યારે મોરબીની સિવીલ હોસ્પિટલમાં થેલેસેમીયાના દર્દીઓને લોહીની જરૂરિયાત ઉભી થતા કુશ દિનેશચંદ્ર અંતાણી (પ્રાથમિક શાળા, શિક્ષક ) દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. કુશભાઈ નિયમિત રીતે રક્તદાન કરી માનવતાને મહેકાવે છે. ઉલ્લેખનીય છે કે આ તેમનું 22મુ રક્તદાન છે.