હજુ પણ વતન જવા ઇચ્છુંકોની સંખ્યા એક લાખ ઉપર હોવાનું અનુમાન મોરબી : મોરબી જિલ્લામાંથી પરપ્રાંતીય લોકોને પોતાના વતન જવાની પરવાનગી આપવાની કામગીરી પુરજોશમાં થઈ રહી છે. જેમાં આજ રોજ 22 રાજ્યોના 6812 લોકોને પોતાના વતન જવા વહીવટી તંત્ર દ્વારા લીલીઝંડી આપી દેવામાં આવી છે. મોરબી જિલ્લામાં શ્રમિકોની સંખ્યા દોઢ લાખને પાર હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. ત્યારે આ શ્રમિકોને વતન પહોંચાડવાની પરવાનગી આપવાનું કામ વહીવટી તંત્ર માટે પડકારરૂપ બન્યું હોય તે વાત સ્પષ્ટ છે. તેમ છતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને આજ રોજ 6812 શ્રમિકોને પોતાના વતન જવાની મંજૂરી આપી દિધી છે. જેમાં આંધ્રપ્રદેશના 14, બિહારના 177, છત્તીસગઢના 9, દાદરા અને નગર હવેલીના 4, હરિયાણાના 65, જમ્મુ અને કાશ્મીરના 2, ઝારખંડના 107, કર્ણાટકના 206, મધ્યપ્રદેશના 5140, મહારાષ્ટ્રના 224, ઓરિસ્સાના 244, પંજાબના 7, રાજસ્થાનના 520, તમિલનાડુના 15, તેલંગણાના 16, ઉત્તરપ્રદેશના 46 અને ઉત્તરાખંડના 16 લોકોનો સમાવેશ થાય છે.