મોરબી : કોરોના સંક્રમણનો ભય હોવા છતાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી લોકો મંજૂરી વગર મોરબી જિલ્લામાં આવવાનું યથાવત રહ્યું છે. ત્યારે અડાલજમાંથી 14 લોકો મંજૂરી વગર મોરબીના જેતપર ગામે આવ્યા છે. આથી, પોલીસે આ તમામ લોકો સામે જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ આર.બી.વ્યાસે ફરિયાદ નોંધાવી હતી કે હકાભાઇ ચતુરભાઇ મંદરીયા, જીગરભાઇ ચતુરભાઇ મંદરીયા, ગૌરીબેન ચતુરભાઇ મંદરીયા, ચતુરભાઇ શંભુભાઇ મંદરીયા, મંજુબેન કેશુભાઇ મંદરીયા, કેશુભાઇ શંભુભાઇ મંદરીયા, રાહુલભાઇ કેશુભાઇ મંદરીયા, જયંતીભાઇ ચતુરભાઇ મંદરીયા, મીનાબેન જયંતીભાઇ મંદરીયા, પ્રવિણભાઇ કેશુભાઇ મંદરીયા, શોભાબેન વા/ઓ હકાભાઇ ચતુરભાઇ મંદરીયા, મનુબેન જીગરભાઇ મંદરીયા, કારીબેન વાઘજીભાઇ કડેવાર, રણજીત જયંતીભાઇ વિકાણી એમ 14 સભ્યો હાલ કોરોનાનું સંક્રમણ હોવા છતાં મંજૂરી વગર અડાલજથી મોરબીના જેતપર ગામે આવ્યા હોવાથી આ તમામ સામે પોલીસે જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.