મોરબી : જયારથી લોકડાઉન શરૂ થયું ત્યારથી સતત 1 મહિના સુધી લાયન્સ કલબ ઓફ મોરબી - નઝરબાગના મેમ્બરો દ્વારા 5000 થી વધુ માસ્ક વિતરણ, 7000 થી વધુ હેન્ડ ગ્લોઝ વિતરણ તથા હાઈવેની જુદી જુદી પોલિસ ચેક પોસ્ટ પર તડકાથી રક્ષણ મળે એ માટે છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે વિતરણ મોરબી જીલ્લાની હદ માળીયા, હળવદ, વાંકાનેર સુધી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, દરરોજ 100 લિટર વરિયાળી સરબત ખાસ કોરોના વોરિયર્સે માટે તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યું હતું. દરરોજ બપોરે કલબની અલગ અલગ ૩ કાર દ્વારા મોરબીના ઓન ડયુટી તમામ સ્ટાફ જેમકે બ્લડ બેંક, પોલિસ ચેક પોસ્ટ, ફાયર સ્ટેશન, સફાઈ કમૅચારી, એટીએમ સિકયુરીટીને વરિયાળી સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કલબ મેમ્બરમાં ઉધોગપતીઓ, ડોકટરો, એડવોકેટસ, કોલેજના પ્રિન્સીપાલ, શિક્ષકો, વેપારીઓ, નિવૃત્ત સરકારી અધિકારીઓ જેવા વ્યકતીઓ સેવા પૂરી પાડે છે. તે તમામ મેમ્બર ઉપરોકત સેવામાં લાગી ગયા હતા. મોરબી લાયન્સ કલબ નઝરબાગ દવારા વર્ષો દરમ્યાન જુદા જુદા પ્રકારની અનેક સેવાઓ કરવામાં આવતી હોય છે, જેમકે વિધવા સહાય પ્રોજેકટ દર મહિને ૧૫૦ લાભાર્થી, ઝુંપડપટટીના માણસોને અનાજ વિતરણ, વૃક્ષારોપણ કાયૅક્રમ અંતર્ગત દરેક સ્કુલ અને કોલેજમાં બર્થડે ગિફટમાં રોપાનું વિતરણ કરાવવાની પ્રેરણા, અબોલ જીવ માટે મહિનાના પહેલા રવીવારે ગાયોને ધાસચારાનો પ્રોજેકટ, હેલ્થ માટેની યોગ શિબીર, ડાયાબિટિસ ચેકઅપ અને અવેરનેસ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ અને દેશના જવાનો માટે વર્ષના એક દિવસ તેમની સાથે રહી અને દેશદાઝ સમાજમાં જાગૃતી લાવવાનો પ્રયાસ જેવા કાર્યો હાથ ધરવામાં આવે છે. વધુ વિગત કે મદદ માટે મો. 98982 88777 પર સંપર્ક કરવા ક્લબના પ્રમુખ રવિન્દ્ર ભટ્ટ તથા સેક્રેટરી સમીર ગાંધીએ યાદીમાં જણાવેલ છે.