આ વર્ષે કમોસમી વરસાદ અને કોરોનાના કમરતોડ ફટકા વચ્ચે ધરતીપુત્રોને રાહત આપવા કોંગ્રેસ પ્રમુખ ભુપત ગોધાણીની માંગ ટંકારા : ટંકારામાં ગત ચોમાસામાં કમોસમી વરસાદ અને હાલ કોરોનાને પગલે અછત જાહેર કરી નવી સિઝન માટે ખાતર અને બિયારણ માટે મદદ કરવા અને ખેડૂતોને મહામહેનતે જે થોડુ ઘણું ઉત્પાદન મળ્યુ છે એનો પુરતો ભાવ અપાવવા કરી રજુઆત કરવામાં આવેલ છે. ટંકારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપત ગોધાણી એ રાજ્ય સરકારને જગતતાતની વેદનાને વાચા આપતા ધારદાર સવાલો સાથે રજુઆત કરી છે. જેમા તેઓએ જણાવેલ છે કે ટંકારામાં ત્રણ વર્ષ પહેલા આભ તૂટી પડયું હોય એટલો વરસાદ ટંકારામા ખાબકતા નદી-નાળા-તલાવડા-ચેક ડેમો છલકાવા સાથે પુલ અને રસ્તાનુ ધોવાણ થયું હતું. જેનુ આજદિન સુધી રીપેરીંગ થયું નથી. તો બીજી બાજુ ગત વર્ષે વચગાળાના વિમો જે અનેક કાગળો કર્યા બાદ પણ લાભ મળ્યો નથી. એ તાત્કાલિક આપવા અને ગત વર્ષે કમોસમી વરસાદ અને અનરાધાર વરસાદથી ખેડૂતોને નુકસાની વેઠવી પડેલી હતી. હાલમાં ખેડૂતોને કોરોના મહામારી એ મરણતતોડ ફટકો આપ્યો છે. જેટલુ તેટલું ઉત્પાદન થયુ છે તે પણ કોઈ ખરીદવા તૈયાર નથી અને જો વેપારી માંગે તો પાણીના ભાવે જણસની માગણી કરી રહ્યા છે. CCI પણ ટંકારામા એ વન ક્વોલિટીની ખરીદી કરતુ હોય, બી ગ્રેડનુ બહાનું દેખાડી રીજેકશન કરતા હોય તો શુ સરકારને ખબર નથી કે આ વર્ષે કપાસ બગડી ગયો છે? તેવો સવાલ ઉઠાવી બી ગ્રેડની ખરીદી ન કરી ખેડૂતોને અન્યાય કર્યો છે અને ઘંઉ અને ચણાનું કેન્દ્ર ઉભુ કરી ખરીદી થાય તેવી રજુઆત કરી છે. હાલમાં ઉનાળો પૂરો થતા ચોમાસુ આવશે ત્યારે ખાતર અને બીયારણ ખરીદીનુ ટાણુ આવી ગયુ છે પરંતુ પૌસાની પળોજણ અને લોકડાઉન વચ્ચે ઉમરો ઓળગવા દેતા નથી. માટે રાજ્ય સરકાર દ્વારા હાલમાં તાત્કાલિક આ અંગે ખેડુતોના હિતમાં નિર્ણય લઇ યોગ્ય કરવામાં આવી એવી અંતમા માંગ કરી હતી.