મોરબી આજે વધુ 10 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા

- text


શંકાસ્પદ લક્ષણો ધરાવતા મકનસરની 20 વર્ષની યુવતી, ગ્રીનચોકના 13 વર્ષના બાળક અને અન્ય 8 સિનિયર સિટીઝન સહિત કુલ 10 લોકોના સેમ્પલ લેવાયા

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આજે સોમવારે કુલ 10 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. આ તમામ રિપોર્ટ કાલે આવશે.

મોરબી સિવિલ હોસ્પિટલમાં આજે કુલ 10 લોકોના સેમ્પલ લેવાયા હતા. જેમાં સિવિલમાં અન્ય સારવાર માટે આવેલા 8 સિનિયર સિટીઝન ઉપરાંત કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા મકનસરની 20 વર્ષની યુવતી અને ગ્રીનચોકના 13 વર્ષના બાળકને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ રિપોર્ટ માટે મોકલ્યા હતા. આ તમામ લોકોના રિપોર્ટ કાલે આવશે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં ગઈકાલે લેવાયેલા 2 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અને મોરબી જિલ્લામાં છેલ્લા એક મહિનાથી કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

- text