મોરબી :મોરબીમાં હાલ કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડીને તેઓના સેમ્પલ લેવાનું યથાવત છે. ત્યારે ગઈકાલે રવિવારે મોરબી શહેર વિસ્તારના 22 વર્ષના યુવાન અને સરતાનપર ચોકડી પાસેના વિસ્તારમાં રહેતી 30 વર્ષની યુવતીમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા તેઓને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. અને તેઓના સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જે બંનેના રિપોર્ટ પણ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/