ટંકારા : ટંકારા પંથક આમ તો ઈમિટેશનના ગઢ તરીકે ખ્યાતનામ છે. ટંકારામાં કાનની બુટ, નાકની નથ, પગની પાયલ, ગળાનના સહિતના ખોટા ઘરેણા ઘડવાના ઘણા કારીગરો કામ કરે છે. પરંતુ હાલમા કોરોના વાઈરસને પગલે લાગેલા લોકડાઉનને કારણે અર્થતંત્ર પર માઠી અસર થઈ છે. બજારોનુ શટડાઉન થતા ઈમિટેશન ગ્રુહ ઉધોગને માઠી અસર પડી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારામા ઈમિટેશનની હાથની રાખડી, પગની પાયલ-સાકળા, ગળાનો હાર, નાકની નથડી, માથેની બિંદી, કાનની બુટીથી લઈને તમામ સાજ-શણગારના ગૃહ ઉદ્યોગ ચાલે છે. કોરોનાના કહેર વચ્ચે મહિલાઓને ઘરકામ સાથે સાઈડ બિઝનેસ સમો ચાંદીકામ અને ખોટા ઘરેણાં બનાવવાનું કામ બંધ થયુ છે તો બીજી બાજુ પુરુષોના વ્યાપાર-ધંધા ઠપ્પ થતા બન્ને બાજુથી કમરતોડ ફટકો પડ્યો છે. તેવું આ કામ કરતા એક મહીલા એ જણાવ્યું હતું. તેમજ આ ઉધોગ ચલાવતા વેપારીએ જણાવ્યું હતું કે ટંકારા પંથકમાં આની સીધી અસર તો પડી છે. હજારો ઘર આ ઉધોગ સાથે સંકળાયેલા છે. જે કોરોનાને કારણે કફોડી સ્થિતિમા મુકાઇ ગયા છે. બજાર બંધ હોવાથી કાચો માલ મળવો કે ઘરેણાને ચમકદાર બનાવી શકાય. હાલ તો આ ઉધોગને ચાલુ કરવુ શક્ય નથી.