મોરબી : કોરોનાના કહેર કારણે લોકડાઉનના પગલે પોલીસની કામગીરી વધી ગઈ છે. ત્યારે સમગ્ર મોરબી જિલ્લામાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ થાય તે માટે પોલીસની ટીમ જીવના જોખમે ખડેપગે રહી છે. ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા GRD જવાન પ્રતાપભાઈ શંકરભાઇ ખાંભડીયા એ ગઈકાલે બ્લડ ડોનેટ કર્યું છે. આમ, પ્રતાપભાઈએ ફરજ સાથે સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.