મોરબી : મોરબી ફોટો વિડિઓ એસોસીએસન દ્વારા ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી વ્યવસાય માટે રાહત પેકેજ જાહેર કરવા અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. આ આવેદનપત્રમાં જણાવવામાં આવેલ છે કે હાલમાં કોરોના રોગની મહામારીને લીધે થયેલા લોકડાઉન સબબ સામાજીક તથા ધાર્મીક સહીત તમામ શુભ પ્રસંગો રદ થતા રોજગાર પર ખુબ જ માઠી અસર થઇ છે અને આવનાર દિવસોમાં શુભ મુર્હુતો પુરા થઈ જશે. એટલે નવુ કામ મળવું મુશ્કેલ બનશે. લગ્ન પ્રસંગો જ ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફીના વ્યવસાયનો મુખ્ય આધાર છે. આ લગ્ન પ્રસંગો મોકુક રહેતા હવે ડીસેમ્બર સુધી નવુ કામ મળશે નહી. અનેક ફોટોગ્રાફરોએ કેમેરા ખરીદવા બેન્ક લોન લીધી છે. તેના ઇએમઆઇની રકમ ભરવી મુશ્કેલ છે. આગામી દિવસોમાં ઘરખર્ચની, સંતાનોના અભ્યાસ સહિતની અનેક મુશ્કેલી ઉભી થશે. તો આ રજુઆતને ધ્યાને લઈ રાહત પેકેજમાં ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફીના વ્યવસાયનો સમાવેશ કરી રાહત અપાય તેવી અપીલ કરી છે.