મોરબી : શહેરમાં પટેલ સમાજની વાડી પાસે આવેલા શ્રીજીપાર્ક નજીકની રવીપાર્ક સોસાયટીમાં પિતૃ આશિષ મકાનમાં એક માતાએ 9 માસની અને 5 વર્ષની માસૂમ પુત્રીને ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી સ્વંય પણ ગળે ફાંસો ખાઈ લેતા અરેરાટી મચી ગઇ છે. બનાવની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ઘસી ગયો છે. રવીપાર્કમાં પિતૃઆશિષ નામના મકાનમાં ભાડે રહેતા નેપાળી પરિવારમાં હૃદયદ્રાવક ઘટના ઘટી છે. જિમમાં કામ કરતા નેપાળી યુવક વિષ્ણુભાઈની પત્ની તુલસીબેને પોતાની 5 વર્ષની પુત્રી કિંજના અને 9 માસની પુત્રી પૂજાને ગળેટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી જાતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબીમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 9 માસની પુત્રી કે જે ઘોડિયામાં સૂતી હતી ત્યાંજ મૃત અવસ્થામાં મળી આવતા નિષ્ઠુર જનેતાને એવા તે કેવા દુઃખ પડ્યા હતા કે બે-બે માસૂમ પુત્રીઓને મોતને ઘાટ ઉતારવી પડી એવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. જાણવા મળતી વિગતો અનુસાર મૃતકનો પતિ અને હતભાગી બાળકીનો પિતા વિષ્ણુભાઈ જિમમાં ઇન્સ્ટ્રકટર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સ્થળે ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ પહોંચીને મકાન મલિક તથા મૃતકના પતિ વિષ્ણુ પાસેથી વધુ માહિતી મેળવી રહ્યો છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/