વાંકાનેર : લોકડાઉનના કારણે શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે લુણસરમાં એક વાલીએ શિક્ષકને હોમવર્કને લઈને મારી નાખવાની ધમકી આપેલ છે. ગત તા. 27 એપ્રિલના રોજ લુણસર ગામમાં રહેતા શિક્ષક જિતેન્દ્રભાઇ જીવરાજભાઇ વાટુકીયા પોતાની વાડીએ સાંજના સમયે હતા ત્યારે મજબુતસિંહ કીરીટસિંહ ઝાલા (ધંધો ખેતી, ઉ.વ. ૩૭, રહે. ગામ જુના કણકોટ) એ શિક્ષક જિતેન્દ્રભાઇ એ તેના મોબાઇલ ફોનમાં વાત કરતી વખતે પોતાનો દિકરા લકકીરાજસિંહને લેશન આપવા બાબતે જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી ગેરવર્તન કરેલ હતું અને જો પોતે સ્કુલે આવશે તો ટાટા ટાંટીયા ભાંગી નાખીશ અને આ બાબતે જો કોઇને કહિશ તો તને જાનથી મારી નાખીશ તેમ ફોન ઉપર ધમકી આપી હતી. આથી, ગઈકાલે તા. 1 મેના જિતેન્દ્રભાઇએ મજબુતસિંહ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવની પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.