માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા ગ્રામ પંચાયત સ્તરના કર્મચારીઓની ફરજ નિયત કરવા અંગે મોરબી જિલ્લા પંચાયત કચેરીના વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવેલ છે. આ લેખિત રજૂઆતમાં જણાવવામાં આવેલ છે કે છેલ્લા બે મહિનાથી કોરોના મહામારી સંદર્ભે તમામ જવાબદારી જેમ કે સ્વચ્છતા, સેનીટાઇઝેશન, માસ્ક વિતરણ, રાશન વિતરણ, મજુરોની નોંધણી, મજુરોને બહાર જવા ન દેવા, લોકડાઉનનો અમલ સહિતની તમામ જવાબદારી માટે પંચાયતના કાયમી કર્મચારી જેવા કે તલાટી તથા ગ્રામસેવકને જે-તે ગામડે સપ્તાહમાં અમુક દિવસોની હાજરી નકકી કરી અને તે અંગેનું નોટીસ બોર્ડ મુકાય. જેથી, સરપંચોની કામગીરી હળવી બને અને કર્મચારીઓનો ગ્રામજનો સાથેનો પરિચય અને સેવા સુદ્રઢ બને. ગ્રામ્ય સ્તરે હાલ આ બાબત ખુબ જ અગત્યની હોઇ તાત્કાલીક આ બાબત કડક સુચના આપવી તથા સરપંચોને વિવિધ રજુઆત બાબત જીલ્લા તથા તાલુકા મથકે જવા માટે જરૂરી ઓળખકાર્ડ આપવા અંગે યોગ્ય કરવા અપીલ કરવામાં આવી છે.