મોરબી : કોરોના મહામારીના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. આ દરમિયાન અનેક સેવાભાવી સંસ્થાઓ ગરીબોને વ્હારે આવી છે. ત્યારે માજી સૈનિક મહામંડળ દ્વારા વૃદ્ધાશ્રમ અને વિકાસ વિદ્યાલય (અનાથાશ્રમ)માં માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ, મોરબીના માજી સૈનિક મહામંડળ દ્વારા વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં સહાય કરવામાં આવી હતી.