મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નાગડાવાસ ગામમાં જુના ઝગડાનો ખાર રાખી હુમલો થયાની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે તા. 1 મેના રોજ નાગડાવાસ ગામના બસ સ્ટેન્ડ પાસે બંસી હોટલ પાછળ જયદિપભાઇના ખેતરમાં દેવાયતભાઇ કરમણભાઇ લાવડીયા (ઉ.વ-૪૫, ધંધો-ખેતી, રહે.મેઘપર (દેરાળા), તા.માળીયા (મી.)) પર આરોપીઓ અમુભાઇ પ્રભાતભાઇ રાઠોડ, રાજુભાઇ જેઠાભાઇ રાઠોડ, લાલો અભુભાઇ રાઠોડ તથા વાલાભાઇનો દીકરો (જે ભુટીયા તરીકે ઓળખાય છે, રહે.બધા નાગડાવાસ)એ બે માસ પહેલા કૃષ્ણનગર ગામે કેનાલમાંથી જીરૂમાં પાણી પાવા બાબતે બોલાચાલી ઝગડૉ થયેલ તેનો ખાર રાખી હુમલો કર્યો હતો. આ બનાવમાં ફરિયાદી દેવાયતભાઇને લોખંડની પાઇપથી માર મારતા તેઓને ડાબા પગમાં ફેક્ચર થયેલ છે. હાલમાં પોલીસ દ્વારા બનાવની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.