મોરબી : ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે મોરબી જિલ્લા સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા દ્વારા માહિતી કચેરીના તમામ કર્મચારીઓને વિજય સંકલ્પ લેવડાવી 'માસ્ક પહેર્યા વગર બહાર નહિ નીકળું, હું સોશીયલ ડિસ્ટન્સીંગ રાખીશ, બે ગજના અંતરને ધ્યાનમાં રાખીશ, દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઈશ અને સેનેટાઇઝ કરીશ'નો સંકલ્પ લેવડાવ્યો હતો. સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવાએ મોરબીવાસીઓને ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છા પાઠવી તેમણે પણ વિજય સંકલ્પ લઇ અન્ય લોકો પણ વિજય સંકલ્પ લ્યે તેમ જણાવી અને કોવીડ-૧૯ સામેના યુદ્ધમાં લડતા કોરોના વોરિયર્સને તમામ રીતે મદદરૂપ થવા આહ્વાન કર્યું હતું.