ગાઈકાલનો એક રિપોર્ટ હજુ પેન્ડિંગ : આજે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા 47 સિનિયર સિટીઝન અને ગજડી ગામની 26 વર્ષની મહિલાના સેમ્પલ લેવાયા મોરબી : મોરબી જિલ્લામાં તંત્ર દ્વારા કોરોના ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી છે. જેમાં આજે કુલ 48 લોકોના સેમ્પલ લેવાયા છે. જેમના કાલે રિપોર્ટ આવશે. જ્યારે ગઈકાલે ગુરુવારે લેવાયેલા યુવકના સેમ્પલનો રિપોર્ટ પણ પેન્ડિંગ છે. મોરબીમાં ગુરુવારે એક યુવકમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેના સેમ્પલ લઈ કોરોના ટેસ્ટ માટે મોકલ્યા હતા. આ સેમ્પલનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. ત્યાં આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં અન્ય દર્દોની સારવાર લેવા આવતા તમામ સીનયર સિટીઝનોના કોરોના ટેસ્ટ કરવાના નિર્ણય બાદ આજે કુલ 47 લોકોના સેમ્પલ લેવાયા હતા. જ્યારે આ ઉપરાંત ગજડી ગામની 26 વર્ષની મહિલાને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ લેવાયા હતા. આમ આજે શુક્રવારે કુલ 48 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમના રિપોર્ટ કાલે જાહેર થશે.