મોરબી : લોકડાઉનને લઈને ઘરમાંથી બહાર ન નીકળી શકતા લોકો સમય પસાર કરવા અવનવી તરકીબો અજમાવે છે. જો કે એ પ્રયાસમાં ક્યારેક ગુન્હો આચરી બેસે છે. મોરબીમાં એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં તીનપત્તિનો જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા હતા. મોરબીના મુનનગર ચોક પાછળ, ઓમ પાર્ક, રાણી હાઇટ્સના પાર્કિંગમાં લલિત કાનજી જેતપરિયા, નટવરલાલ ઉર્ફે નટુ હરજીભાઈ સાણંદીયા, શૈલેષ નાથાભાઇ પાડલિયા, જગજીવન મનજીભાઈ સોરીયા, નિગમ મહાદેવભાઈ કગથરા, નરેશ લક્ષ્મણભાઈ મેરજાને તીનપત્તિનો જુગાર રમતા રૂપિયા 12150ની રોકડ રકમ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/