ગુજરાત સ્થાપના દિન નિમિત્તે કલેકટર કચેરી તથા પોલીસ ખાતાનો સ્ટાફ સંકલ્પબદ્ધ મોરબી : ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ કોરોનાને અનુલક્ષીને સંકલ્પ લીધેલ છે. ત્યારબાદ અનેક લોકો કોરોનાની જંગમાં કોરોનાને માત આપવા માટે સંકલ્પ લઇ રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા આજના દિવસે સૌ મોરબીવાસીઓને વિજય સંકલ્પ લઇ સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું છે. કલેક્ટર જે.બી. પટેલ સહિત કચેરીના નિવાસી અધિક કલેકટર કેતન જોષી, મામલતદાર કાસુન્દ્રા તેમજ કર્મચારીઓએ સમુહમાં સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. તેમજ મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાએ પણ કોરોના વાયરસને હરાવવા માટે સંકલ્પ લીધેલ છે. તેઓની સાથે પોલીસ ખાતાના સમગ્ર સ્ટાફ પણ સંકલ્પ લઇ સંકલ્પબદ્ધ થયેલ છે. જેમાં હું માસ્ક પહેર્યા વગર બહાર નહિ નીકળું, હું સોશીયલ ડિસ્ટન્સીંગ રાખીશ અને દો ગજ દૂરીને ધ્યાનમાં રાખીશ, અને હું દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઈશ અને સેનેટાઇઝ કરીશ જેવા સંકલ્પને દોહરાવ્યો હતો. કલેકટર અને SP એ આ સંકલ્પમાંથી વધુને વધુ લોકો પ્રેરણા લઇને અન્ય લોકોને સંકલ્પબદ્ધ કરે તેવી અપીલ પણ કરી હતી. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/