મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા આજે રેડ ઝોન, ઓરેન્જ અને ગ્રીન ઝોનની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યો છે. માટે હવે 3 મે બાદ મોરબી જિલ્લાને લોકડાઉનમાથી રાહત મળે તેવી શકયતા સેવાઇ રહી છે. કોરોનાની મહામારીને લઈને કેન્દ્ર સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે જિલ્લાઓમાં છેલ્લા 21 દિવસથી એક પણ નવો કેસ નોંધાયો ન હોય તેને ગ્રીન ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. ગ્રીન ઝોન મતલબ તે જિલ્લો સુરક્ષિત છે. આ ગ્રીન ઝોનમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી બાજુ એવી પણ વાત મળી રહી છે કે જે જિલ્લાઓ ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તેઓને 3મેં બાદ લોકડાઉનમાંથી રાહત મળે તેવી સંભાવના છે. ક્યાં જિલ્લાને ક્યાં ઝોનમાં રાખ્યા? રેડ ઝોન : અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવવલી. ઓરેન્જ ઝોન : રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, મહીસાગર, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીર સોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર અને સુરેન્દ્રનગર ગ્રીન ઝોન : મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/