આજે 47થી વધુ લોકોના સેમ્પલ લેવાયા (જનક રાજા દ્વારા) મોરબી : હાલ દેશમાં કોરોનાની ચૌ તરફ મારામારી છે. ત્યારે મોરબી જિલ્લો કોરોનાની મહામારીથી બાકાત છે. અને બાકાત જ રહે તેવા આશયથી મોરબી સિવીલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા તમામ સિનિયર સિટિઝનોનો કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોવેલ કોરોના વાયરસ (Covid - 19)નું સંક્રમણ હાલ સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયુ છે જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મહામારી જાહેર કરવામાં આવી છે. કોરોના (Covid-19) ના સંક્રમણથી વિશ્વભરની આખી માનવજાત પીડાઈ રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં એકમાત્ર પોઝિટિવ કેસ હોય અને તે પણ હાલ સ્વસ્થ થઈ ગયા છે. અને બીજા કોઈ લોકો આના સંક્રમણમાં ના આવે તેવા ઉદેશ થી મોરબી જિલ્લાકક્ષાની સિવીલ હોસ્પિટલમાં સિનિયર સિટિઝનોમાં ડાયાબિટીસ, બીપી જેવા દર્દ ના ચેક-અપ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એનસીડી સેલની રચના કરવામાં આવી છે. જેમાં 30 વર્ષ ઉપરના દરેક લોકોમાં ડાયાબિટીસ અને બીપી ચેકઅપ કરવામાં આવે છે. અને બીપી, ડાયાબિટીસ જેવા દર્દ વાળા સિનિયર સિટિઝનોમાં રોગ પ્રતિકારક શકિતની ઉણપ હોય છે. જેથી, સિવીલ હોસ્પિટલના અધિક્ષક ડો. દુધરેજીયાની સુચનાથી આરએમઓ ડો. સરડવાના માર્ગદર્શન હેઠળ આજથી મોરબી સિવીલ હોસ્પિટલના એનસીડી સેલમાં ડો. હિતેષભાઈ ભદ્રાના સહયોગથી રેગ્યુલર ડાયાબિટીસ, અને બીપીની દવા લેતા તમામ સિનિયર સિટિઝનોને કોરોના ટેસ્ટ ફરજીયાત કરવામાં આવેલ છે. જેથી આંખ વિભાગ માં કાર્યરત જનરલ ઓપીડીમાં તમામ લોકો ના કોરોના ટેસ્ટની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. આ સેમ્પલ લેવામાં સિવીલ હોસ્પિટલના ડો. આશા કાવર, ડો. નિશા અમૃતિયા, ડો. હિમાંશુ, ડો. નિધી સરડવા, ડો. સેજલ ભાડજા, ચંદ્રિકા ગોહેલ, રૂસાંગ વેષ્નાણી, સહિતની ટીમ કામગીરીમાં જોડાઈ હતી.