મોરબી : કોરોના વાયરસની વૈશ્વિક મહામારીની લડત માટે અનેક લોકો પોતાનાથી બનતું આર્થિક યોગદાન આપવા આગળ આવી રહયા છે. ત્યારે કોરોનાની લડત માટે મોરબી જીલ્લાની સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરીઓ દ્વારા અધિકારીઓ/કર્મચારીઓ તેમજ આંગણવાડીની વર્કર/હેલ્પર બહેનો પોતાના પગારમાંથી મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં મોરબી ઘટક રૂ. 77,677, માળિયા ઘટક રૂ. 49,920 તેમજ વાંકાનેર ઘટક રૂ. 12,942, આમ કુલ રૂ. 1,40,539 રકમના ડ્રાફ્ટ જીલ્લા વિકાસ અધિકારીને અર્પણ કરેલ છે.