હળવદ : કડીયાણા ગામની સીમમાં શેલાભાઇ લખમણભાઇ ભરવાડની વાડીએ રહેતા મુળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સુંદરપુરા ગામના વતની રામાભાઇ ત્રિભોવનભાઇ નાયકા (ઉ.વ. 35)એ પુત્રએ નવો મોબાઇલ ફોન લેવા માટે જીદ કરેલ હોવાથી ટેન્શનમાં આવી જતા પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી. બાદમાં તેઓને રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવા આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન રામાભાઇનું મૃત્યુ નીપજ્યું હતું. હળવદ તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.