મોરબી : મોરબીમાં બુધવારે કોરોનાના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. આ તમામ સેમ્પલના રિપોર્ટ પણ નેગેટિવ આવતા મોરબી જિલ્લો કોરોના મુક્ત યથાવત રહ્યો છે. બુધવારે મોરબી જિલ્લાના કુલ 3 લોકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ લેવાયા હતા. જેમાં મોરબી સિવિલમાં આવેલા વજેપર વિસ્તારમાં રહેતા એક 32 વર્ષીય યુવક તેમજ ક્રિષ્ના હોસ્પિટલમાં મોરબી શહેરમાં રહેતા 42 વર્ષના યુવાન અને રાજકોટ સારવારમાં રહેલા વાંકાનેરના ઢુંવાનાં 30 વર્ષના મહિલાનો સમાવેશ થાય છે. આ તમામના રિપોર્ટ પણ કોરોના નેગેટિવ જાહેર થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં 5 એપ્રિલ બાદ કોઈ પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/