મોરબી : મોરબીના શાક માર્કેટ ચોકમાં ચાની કીટલી લઈને આંટાફેરા કરતા એક શખ્સને એ ડિવિઝન પોલિસે સીસીટીવી કેમેરાનાં આધારે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ લોકડાઉન દરમિયાન જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસ કમર કસી રહી છે. સમગ્ર શહેરમાં બંદોબસ્તની સાથોસાથ સીસીટીવી કેમેરા મારફત પણ જાહેર રોડ- રસ્તાઓ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન શહેરના શાક માર્કેટ ચોકમાં એક શખ્સ ચાની કીટલી લઈને ફરતો હોય અને માણસો ભેગા કરી ચાનું વેચાણ કરતો હોવાનું સીસીટીવી કેમેરામાં ધ્યાને પડતા એ ડિવિઝન પોલીસે તુરંત જ તેને પકડી પાડી તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.