- text
વાંકાનેર : વાંકાનેર તાલુકાનું ભાયાતી જાંબુડીયા ગામના સરપંચ તેમજ સભ્યો દ્વારા કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ગામના ચારે દિશામાં એક ચેક પોસ્ટ ઊભી કરવામાં આવેલ છે. જેમાં ગ્રામજનો દ્વારા ચોકી પહેરો ભરવામાં આવી રહ્યો છે. જેના લીધે ગામ બહારના કોઈ પણ વ્યક્તિને ગામમાં પ્રવેશ આપવામાં આવતો નથી. જેમાં ગ્રામજનોનો સંપૂર્ણ સાથ-સહકાર મળેલ છે. તેમજ આજ સુધીમાં ગ્રામ પંચાયત દ્વારા ગામને બે વખત સેનેટાઈઝેસન કરવામાં આવેલ છે.
- text