મોરબી : મોરબીમાં ગઈકાલે મંગવારે કોરોનાના વધુ ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જે ત્રણેયને હાલ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલના રિપોર્ટ પણ નેગેટિવ આવતા મોરબી જિલ્લા કોરોના મુક્ત યથાવત રહ્યો છે. મોરબીમાં ગઈકાલે ત્રણ શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. જેમાં મોરબી શહેરી વિસ્તારની 32 વર્ષની મહિલા, 40 વર્ષની મહિલા અને 27 વર્ષની મહિલામાં શરદી, તાવ અને ઉધરસ જેવા શંકાસ્પદ લક્ષણો જણાતા તેઓને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ તમામ દર્દીઓના રિપોર્ટ પણ કોરોના નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/