'મોરબી અપડેટ'ના ફાઉન્ડર દિલીપ બરાસરા અને આર્ટ ઓફ લિવિંગના ઇન્ટરનેશનલ ટ્રેઈનર કાર્તિક શાહનો ખાસ માણવા જેવો સંવાદ મોરબી : હાલ લોકડાઉનમાં ઘરે સમય પસાર કરી રહેલા મોરબીવાસીઓ માટે 'મોરબી અપડેટ' ખાસ શો લઈને આવ્યું છે. જેમાં 'મોરબી અપડેટ'ના ફાઉન્ડર દિલીપ બરાસરા અને આર્ટ ઓફ લિવિંગના ઇન્ટરનેશનલ ટ્રેઈનર કાર્તિક શાહ વચ્ચે ફેસબુક પેઈજ ઉપર લાઈવ ઇન્ટ્રેક્શન યોજાશે. તો આ શોને માણવાનું ચૂકશો નહિ. કોરોનાની મહામારીને અટકાવવા માટે લોકડાઉન લાગુ છે. ત્યારે સૌ મોરબીવાસીઓ ઘરે રહીને લોકડાઉનને અસરકારક બનાવી રહ્યા છે. આ દરમિયાન ઘરે બેઠા મોરબીવાસીઓ સુધી શહેરના પળેપળના સમાચાર 'મોરબી અપડેટ' દ્વારા પહોંચાડવામાં આવી રહ્યા છે. સાથોસાથ લોકોને મનોરંજન મળે તે માટે કંઈકને કંઈક નવું પીરસવામાં આવી રહ્યું છે. ત્યારે જીવન જીવવાની કળા તથા જીવનમાં ધ્યાન અને યોગ દ્વારા ચિત્તને શાંત કરવા અંગેની ચર્ચા માટે આર્ટ ઓફ લિવિંગના ઇન્ટરનેશનલ ટ્રેઈનર કાર્તિક શાહ સાથે 'મોરબી અપડેટ' દ્વારા ઈન્ટ્રેક્શન ગોઠવવામાં આવ્યું છે. જે 'મોરબી અપડેટ'ના ફેસબૂક પેઈજ ઉપર આજે તા. 29ના રોજ બુધવારે સાંજે 6 કલાકે લાઈવ નિહાળી શકાશે. આ ઈન્ટ્રેકશનમાં 'મોરબી અપડેટ'ના ફાઉન્ડર દિલીપ બરાસરા અને કાર્તિક શાહ વચ્ચે માણવાલાયક મહત્વપૂર્ણ સંવાદ થશે. તો આજે સાંજે 'મોરબી અપડેટ'ના ફેસબૂક પેઈજ ઉપર આ લાઈવ ઇન્ટ્રેકશન પરિવાર સાથે નિહાળવાનું ભૂલશો નહિ. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/