મોરબી : કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉન દરમિયાન આવશ્યક કામકાજ સિવાય બહાર નીકળવાની મનાઈ છે. તેમ છતાં લોકો બિનજરૂરી અવરજવર કરે છે. ત્યારે તેઓમાં કોરોના વાયરસ અંગે જાગૃતિ આવે, તે માટે મોરબી પોલીસ દ્વારા મોરબીના વિવિધ ચોકોમાં ચિત્રો દોરી લોકજાગૃતિનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આજે તા. 29ના રોજ જિલ્લા SP ડો. કરણરાજ વાઘેલાની સૂચનાથી પેઈન્ટર અશોકભાઈ વાઘેલા અને તેમની ટીમ દ્વારા ઉમિયા સર્કલ તથા સામાકાંઠે આવેલ મહારાણા સર્કલ સહિતના શહેરના વિવિધ ચોકોમાં વિવિધ ચિત્રો દોરી સાથે 'સ્ટે હોમ, સ્ટે સેફ', 'ઘરે રહો, સલામત રહો', 'માસ્કનો ઉપયોગ કરો' કોરોના વાયરસથી સાવચેતી દર્શાવતા વિવિધ સૂત્રો લખી જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેઓના પ્રયાસને પોલીસ ખાતા તથા રોડ પરથી પસાર થતા લોકો બિરદાવી રહ્યા છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/