મોરબીમાં કોરોનાના વધુ ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા

- text


 

મોરબી : મોરબીમાં કોરોનાના વધુ ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા છે. જે ત્રણેયને હાલ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલના રિપોર્ટ આવતીકાલે આવી જશે.

- text

મોરબીમાં આજે ત્રણ શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. જેમાં મોરબી શહેર વિસ્તારની 32 વર્ષની મહિલા, 40 વર્ષની મહિલા અને 27 વર્ષની મહિલામાં શરદી, તાવ અને ઉધરસ જેવા શંકાસ્પદ લક્ષણો જણાતા તેઓને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેઓના સેમ્પલ લઈને જામનગર મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. જેથી આવતીકાલ સાંજ સુધીમાં આ તમામ દર્દીઓના રિપોર્ટ જાહેર થઈ જશે.

- text