- text
મોરબી : ગઈકાલે મોરબી જિલ્લામાં કોરોનાના 5 શંકાસ્પદ કેસો નોંધાયા છે. જેમાંથી 2 નેગેટિવ આવ્યા છે તથા અન્ય રિપોર્ટની હાલ રાહ જોવાઇ રહી છે.
મોરબી જિલ્લામાં ગઈકાલે કોરોનાના 5 શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. જેમાં ધરમપુરના 32 વર્ષના પુરુષ અને વાંકાનેરના કોઠી ગામની 3 મહિનાની બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દર્દીઓના સેમ્પલ લઈને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આજે બંને દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે બાકીના 3 દર્દીઓના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
- text
મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/
- text