આંશિક છૂટછાટને કારણે ભીડ વધુ ઊમટતા કલેકટરે એક્શન મોડ ઉપર આવીને તાત્કાલિક આ બન્ને મુખ્ય માર્કેટ વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરી હળવદ : મોરબી જિલ્લાના હળવદ શહેરમાં લોકડાઉન વચ્ચે આંશિક છૂટછાટને પગલે બજાર વિસ્તારો ધમધમવા લાગ્યા હતા.ખાસ કરીને હળવદના મુખ્ય બે બજાર વિસ્તારમાં લોકોની ભીડ ઉમટી પડી હતી.જેથી જોખમ વધતા જિલ્લા કલેકટર એક્શન મોડ ઉપર આવી ગયા હતા અને કલેકટરે આ બાબતને તાત્કાલિક ગંભીરતાથી લઈને જાહેરનામું બહાર પાડ્યું હતું.જેમાં હળવદના બે મુખ્ય બજાર માર્કેટને પ્રતિબંધિત જાહેર કરી દીધી હતી. મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલે આજે હળવદના બે મુખ્ય બજારને પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું.જેમાં હળવદની બે મુખ્ય બજાર માર્કેટ વિસ્તાર હળવદ શહેરના ડો.બાબા સાહેબ ચોકથી લક્ષ્મી નારાયણ ચોક સુધી તેમજ બ્રાહ્મણની ભોજનશાળાથી સરા ચોકડીને પ્રતિબંધિત જાહેર કરી હતી.જોકે લોકડાઉનમાં અમુક દુકાનોને આંશિક છૂટછાટ આપતા હળવદ શહેરના આ બને બજાર માર્કેટ ધમધમવા લાગી હતી અને આ બજાર વિસ્તારોમાં ભારે ભીડ જામી હતી.ભીડને કારણે લોકડાઉનનો અમલ જોખમમાં મુકાઈ ગયો હતો.લોકો આ બજાર વિસ્તારોમાં ઉમટી પડતા જોખમ વધ્યું હતું.આ અંગે મીડિયામાં અહેવાલો પ્રસારિત થતા જિલ્લા કલેકટર એક્શન મોડ ઉપર આવી ગયા હતા.હળવદ શહેરના બજાર વિસ્તારમાં ભીડનું જોખમ ટાળવા અને લોકડાઉનનો યોગ્ય રીતે અમલ થાય તે માટે કલેકટરે હળવદ શહેરના ડો.બાબા સાહેબ ચોકથી લક્ષ્મી નારાયણ ચોક સુધી તેમજ બ્રાહ્મણની ભોજનશાળાથી સરા ચોકડી સુધીની બજાર માર્કેટને પ્રતિબંધિત જાહેર કરી દીધી છે અને આ જાહેરનામાનો ઉલઘ્ઘન કરનાર સામે કાયદાકીય કાર્યવાહી જોગવાઈ કરી છે.તેમજ હળવદ શહેરમાં સરકારની ગાઈડ લાઈન પ્રમાણે અન્ય વિસ્તારોમાં દુકાનો બપોરના 1 વાગ્યા સુધી ચાલુ રહેશે અને બપોરના એક વાગ્યા બાદ સંપૂર્ણપણે લોકડાઉન રહેશે તેવું કલેકટરે જાહેર કર્યું છે.