મોરબીના સીરામીક ફેકટરીના મજૂરનો ગળેફાંસો ખાઈને આપઘાત

- text


મોરબી : મોરબી નજીક આવેલ સીરામીક ફેક્ટરીમાં શ્રમિક યુવાને ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામની સીમમાં આવેલ ઓમસીન સીરામીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા મમુલિયા પુકારસીંગ ભીંડે ઉ.વ.19 નામના યુવાને આજે કોઈ કારણોસર વૃક્ષની ડાળી સાથે લટકી જઈ ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી. બાદ તેના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text