મોરબી શહેરમાં આંશિક છૂટછાટની વચ્ચે પોલીસ દ્વારા સઘન ચેકીંગ

- text


અન્ય શહેરોમાંથી લોકો મોરબીમાં ના પ્રવેશે તેની ખાસ તકેદારી રખાઈ : મંજૂરી વિનાની દુકાનોને બંધ કરાવાઈ : એસપી સહિતનો પોલીસ કાફલા દ્વારા પેટ્રોલિંગ

મોરબી : હાલમાં મોરબી કલેક્ટર દ્વારા જીવન-જરૂરિયાતની ચીજ-વસ્તુઓ સહિતની અમુક પ્રકારની દુકાનો શરતોને આધીન ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. તેમજ અમુક લોકો અમદાવાદ અને જેતપુરથી મોરબી આવ્યા હોવાનો કિસ્સો ગઈકાલે સામે આવ્યો હતો. ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરમાં સઘન ચેકીંગ શહેરમાં કરવામાં આવી રહ્યું છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસના પીઆઇ ચૌધરી સાહેબ તથા નવનિયુક્ત ડીવાયએસપી રાધિકા ભારાઈ સહીત સમગ્ર પોલીસ સ્ટાફે શહેરમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રાજકોટથી મોરબી આવવાનો મુખ્ય માર્ગ એવા કેનાલ રોડ પર ઉમિયા સર્કલ પાસે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવી રહ્યું છે. જેથી, રાજકોટ કે અન્ય શહેરમાંથી લોકો મોરબીમાં પ્રવેશ ન મેળવી શકે. વધુમાં, બાઈક કે સ્કૂટીમાં માત્ર એક સવાર અને કારમાં માત્ર બે લોકોને સવારીની છૂટ આપવામાં આવી છે. જેથી, વધુ લોકો સાથે સવારી કરતા લોકોને પરત મોકલવામાં આવ્યા છે.

- text

આ ઉપરાંત, મોરબી પોલીસવડા ડો. કરણરાજ વાઘેલા સાથે પોલીસ સ્ટાફની 15-20 જેટલી પોલીસની ગાડીના કાફલા સાથે પેટ્રોલિંગ કરી બપોરે 1 વાગ્યા બાદ પણ ખુલ્લી હોય તેવી દુકાનોને બંધ કરાવી હતી. તથા હવેથી નિયમોનું ભંગ ના કરવા ચેતવણી આપી હતી. વધુમાં, લોકોની ભીડભાડ ના થાય અને બિનજરૂરી અવરજવર ટળે તે માટે પોલીસના કાફલાએ કડક કાર્યવાહી કરી હતી. તેમજ જાહેરનામાનો ભંગ કરતા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ગુનો નોંધવામાં આવ્યા છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text