મોરબી જિલ્લામાં લોકડાઉન ભંગના વધુ 30 કેસોમાં 85 શખ્સોની અટકાયત

- text


લોકડાઉનમાં કુલ 143 વાહનો ડીટેઇન કરાયા

મોરબી : મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા મળેલ સુચના આધારે ગઈકાલે તા. 27ના રોજ મોરબી જીલ્લામાં લોકડાઉનનો ભંગ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવેલ છે.

મોરબી પોલીસ દ્વારા દુકાનો ખુલ્લી રાખવા બાબતના કુલ 5 કેસો કરવામાં આવેલ હતા. જેમાં કુલ 5 આરોપીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ ટોળું ભેગુ થયેલ હોય તેવા કેસો કુલ 17 કેસો કરવામાં આવેલ છે. જેમાં કુલ 70 આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. વધુમાં, બિનજરૂરી અવરજવરના કુલ 4 કેસ કરવામાં આવેલ છે. જેમાં કુલ 4 આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ કુલ 4 કેસો કરવામાં આવેલ છે. જેમાં કુલ 6 આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ઉપરાંત, મોરબી જીલ્લામાં લોકડાઉનની પરિસ્થિતીમાં કુલ 143 વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે. આમ, મોરબી જીલ્લામાં જાહેરનામાં ભંગના કુલ 30 કેસો કરવામાં આવેલ છે. જેમાં કુલ 85 આરોપીઓની અટક કરવામાં આવેલ છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text