પરમિશન વગર બોટાદથી મોરબી આવતા પરિવાર સામે ગુનો નોંધાયો

- text


મોરબી : લોકડાઉનના પગલે પરવાનગી વગર જિલ્લા ફેર કરવું ગુનો છે. તેમ છતાં બોટાદ જિલ્લાથી એક પરિવાર મોરબી જિલ્લામાં ગેરકાયદેસર રીતે પ્રવેશતા તેઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ આરોગ્ય તંત્રએ તકેદારીના પગલાં લીધા હોવાનું જાણવા મળ્યું છે.

બોટાદ જીલ્લામાંથી એક દંપતી તેના બે સંતાનોની સાથે આવ્યા હોવાની પોલીસને માહિતી મળી હતી. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા મૂળ બોટાદ જીલ્લાના તુરખા ગામના રહેવાસી અને હાલમાં ઉમા વિલેજમાં ભાડે રહેતા પંકજભાઈ રણછોડભાઈ માથાસુરીયા (ઉ.વ. 34) અને તેમના પત્ની રસીલાબેન પંકજભાઈ માંથાસુરીયા (ઉ.વ. 30) તેના બે સંતાન સાથે મહેન્દ્રનગર પાસે આવેલા ઉમા વિલેજમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ લોકડાઉન પહેલા વતનમાં ગયા હતા અને હવે ધંધા શરૂ થઇ રહ્યા હોવાથી તેઓ તેના બાઈક ઉપર જ મોરબી આવી ગયા હતા. જેથી, બી ડીવીઝન પોલીસે કોરોનાનું સંક્રમણ વધે તેવી ગંભીર બેદરકારી રાખવા બદલ ડીજાસ્ટર મેન્જમેન્ટ હેઠળ તેઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text