મોરબી : આજે તા. 27ના રોજ ગણેશ ચતુર્થીના દિવસે ઘરે-ઘરે ગણપતિજીનું પૂજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માં દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે દુંદાળાદેવનું ભાવભેર પૂજન કરાયું હતું. તેમજ વિઘ્નહર્તા દેવને વૈશ્વિક મહામારી કોરોનાના વિઘ્નમાંથી માનવજાતને મુક્તિ આપવા પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ કોરોના વોરિયર્સને કોરોના સામે જંગ લડવાની શક્તિ મળે તથા તેઓની સલામતી જળવાય તેવી પણ પ્રાર્થના કરવામાં આવેલ હતી.