ટંકારા : લજાઈની ગૌ-શાળાના લાભાર્થે દર વર્ષે નવરાત્રીના ત્રીજા નોરતે ભજવતા નાટકમાં વર્ષોથી યમરાજનું પાત્ર ભજવતા રાઘવજીભાઈ કોટડીયાનું અચાનક આજે અવસાન થતાં સમગ્ર ગામમાં શોક વ્યાપી ગયો છે. ટંકારા તાલુકાના લજાઈ ગામની ગૌ શાળામાં આજીવન સેવા કરનાર અને નાટકની રંગભુમિની દુનિયામાં યમરાજનું યાદગાર પાત્ર ભજવનાર રમુજી એવા રાધવજીભાઈ રત્નાભાઈ કોટડીયાનું આજ રોજ તા.૨૭/૪/૨૦૨૦ના ગણેશ ચતુર્થીના દિવસે દુઃખદ અવસાન થયું છે. યમરાજના દરબારમાં આજે લજાઈ ગામનો બીજો યમરાજ હાજર થયો છે. ત્યારે તેમની વિદાયથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.