મોરબી : સરકાર દ્વારા કોરોના વાઇરસ સંક્રમણને અટકાવવા લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. જેના કારણે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ ચાલતા વિકસતી જાતિના વિદ્યાર્થીઓ/છાત્રો માટેની આદર્શ નિવાસી શાળા, સરકારી છાત્રાલય, ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલયો અને આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ/છાત્રોને ફરજિયાતપણે પોતાના કે સગાંના ઘરે જવું પડેલ છે. આ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાયા મુજબ એક માસ માટે પ્રત્યેક વિદ્યાર્થીને ડીબીટી દ્વારા તેમના અથવા તેમના વાલીના ખાતામાં સીધા જમા કરવામાં આવ્યા છે. મોરબી વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સરકારી કુમાર અને કન્યા છાત્રાલય મોરબીના ૮૪ છાત્રોને રૂ ૧,૨૬,૦૦૦, આદર્શ નિવાસી શાળા (વિ.જા.) કુમાર મોરબી ના ૧૦૦ છાત્રોને રૂ.૧,૫૦,૦૦૦ જિલ્લાના ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયના કુલ ૧૫૭ છાત્રોને રૂ.૨,૩૬,૦૦૦ તથા આશ્રમ શાળાના ૧૦૫ છાત્રોને રૂ. ૧,૫૭,૦૦૦ મળીને જિલ્લાના વિકસતી જાતિના કુલ ૪૪૬ છાત્રોને રૂ. ૬,૬૭,૦૦૦ ચૂકવવામાં આવેલ છે.