મોરબી : હાલ મોરબીમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે અનેક મેડિકલ, પોલીસ સહીત અનેક કર્મીઓ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી રહ્યા છે. લોકોની બિનજરૂરી અવરજવર ટાળવા અને લોકડાઉનનો કડકપણે અમલ થાય તે માટે ટ્રાફિક જવાનો પણ ઉનાળાના તાપમાં ખડેપગે પોતાની કામગીરી કરી રહ્યા છે. ત્યારે મોરબીમાં ટ્રાફિક પોલીસે રૂ. 27,500નો ચેક મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતા દાખવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મોરબીના નગર દરવાજા ચોક પાસે ફરજ નિભાવી રહેલા ટ્રાફિક પોલીસ અમુભાઈ ખંભરા અને અજરુભાઈને આજે તા. 27ના રોજ રૂ. 27,500ની રકમ લખેલો ચેક રસ્તા પરથી મળી આવ્યો હતો. જેના આધારે તેઓએ ચેકના મૂળ માલિકની શોધખોળ કરી હતી. મૂળ માલિક હિંમત ટ્રેડિંગ વાળાને જાણ કરી ટ્રાફિક જવાનોએ નિઃસ્વાર્થ ભાવે મૂળ માલિકોને ચેક પરત કર્યો હતો. આમ, ટ્રાફિક જવાનોએ પ્રામાણિકતાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.