પ્રતિબંધિત 8 વિસ્તારમાં બિનજરૂરી દુકાનો ખુલતાં પોલીસે બંધ કરાવી : ભીડને કારણે અમુક માર્ગો ઉપર આડશો દૂર કરીને વાહન પરિવહન ચાલુ કર્યું મોરબી : મોરબીમાં લોકડાઉન વચ્ચે દુકાનો ખોલવા સહિતની છૂટછાટ આપતા આજે પોલીસની મહેનત વધી ગઈ હતી. લોકોની ભીડ ઉમટી પડતા ટ્રાફિક જામ ન થાય તે માટે અગાઉ બંધ કરાયેલા માર્ગો પોલીસને આજે ચાલુ કર્યા હતા. જ્યારે પ્રતિબંધિત 8 વિસ્તારોમાં બિનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલતાં પોલીસે આ દુકાનો બંધ કરાવી હતી. એકંદરે આ છૂટછાટને પગલે પોલીસની કામગીરી ઘણી જ વધી ગઈ છે. મોરબીમાં સરકારની ગાઈડ લાઈન પ્રમાણે જિલ્લા કલેકટરે દુકાનો ખોલવાની છૂટ આપી હતી. પણ ભીડનું જોખમ વધતું હોવાથી એસપીની દરખાસ્તને પગલે ગઈકાલે કલેકટરે 8 મુખ્ય બજાર વિસ્તારમાં દુકાનો ખોલવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. આમ છતાં આ પ્રતિબંધિત વિસ્તારોમાં આજે અમુક દુકાનો ખુલતા પોલીસે ત્યાં દોડી જઈને આ દુકાનો બંધ કરાવી હતી. બીજીબાજુ આ છૂટછાટને પગલે લોકોની ભીડ વધી હતી અને અમુક જગ્યાએ ટ્રાફિક જામ થવાથી પોલીસની મુશ્કેલીઓ વધી ગઈ હતી. જેથી પોલીસે મોરબી શહેર અગાઉ બંધ કરાયેલા પાડા પુલ ઉપર વહન પરિવહન ચાલુ કરી દીધું હતું. તેમજ અમુક માર્ગો ઉપર આડશો દૂર કરી દીધી હતી. આ રીતે છૂટછાટને પગલે પોલીસની કામગીરી વધી ગઈ છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/