મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલ ઉપરાંત ક્રિષ્ના હોસ્પિટલને પણ સરકારે નોવેલ કોરોના વાયરસ માટે ડેઝીગનેટેડ કરી છે. માટે સિવિલની જેમ જ ક્રિષ્ના હોસ્પિટલમાં પણ કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓની વિનામૂલ્યે તપાસ તેમજ સારવાર કરવામાં આવે છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.