પાલિકાની ટીમે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ શરૂ કરી મોરબી : મોરબીમાં લોકડાઉન વચ્ચે બે સ્થળે મૃત મરઘાંના અવયવો થેલીમાં ભરીને કોઈ નાખી ગયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ મામલે પાલિકા તંત્રની ટીમ ઘટનાસ્થળે દોડી જઈને તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં બે સ્થળે મરઘાંને કાપીને તેના અવયવો થેલીમાં ભરીને એ થેલી કોઈ નાખી ગયું હોવાની બાબત સ્થાનિકોના ધ્યાને આવી હતી. જેમાં શહેરના લાતી પ્લોટ પોલીસ ચોકીની સામેની શેરીમાં તથા જૂની એચડીએફસી બેંક પાસેના નાલામાં મરઘાને કાપીને કોઈ તેના અવયવો થેલીમાં ભરીને નાખી ગયું છે. આ બન્ને જગ્યાએ મૃત મરઘાના અવયવો ભરેલી થેલી મળી આવી હતી. જેના પગલે સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે. આ બાબતની જાણ કરાતા પાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.