મોરબી : મોરબીના શનાળા ગામે આવેલ અંતરીયાળ વાડી વિસ્તારમાં ગઈકાલે તા. 25 એપ્રિલના રોજ ત્યાં રહેતી સગર્ભા મહિલા સપનાબેનને અચાનક પ્રસુતિનો દુખાવો ઉપડ્યો હતો. આ બનાવ અંગે 108 એમ્બ્યુલન્સને કોલ આવતા આમરણ લોકેશનની 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ આ વાડી વિસ્તારમાં પહોંચી ગયો હતો. મહિલા દર્દીને ખૂબ જ પ્રસૂતિની પીડાનો દુઃખાવો થતો હતો. તે દરમિયાન તેઓને તરત એમ્બ્યુલન્સની અંદર લઈને સફળતાપૂર્વક સર્ગભાને પ્રસુતિ કરાવી હતી. 108ના સ્ટાફના કુનેહપૂર્વક કામગીરીના કારણે સર્ગભા મહિલાએ એક બાળકનો જન્મ આપ્યો હતો. અને બીજા બાળકની ડિલિવરી મોરબી સિવિલ હોસ્પિટલમાં થઇ હતી. 108 સ્ટાફના ઇએમટી નિમિષાબેન પટેલ પાયલોટ ભાવેશભાઈ ગોસાઇ સહિતના એ આ સર્ગભા મહિલાની સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી.