મોરબી : ગઈકાલે તા. 25ના રોજ મોરબી તાલુકા પોલીસ દ્વારા જેતપરમાંથી છ શખ્સો અને ટીંબડીમાંથી પાંચ શખ્સોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી તેઓની અટકાયત કરી હતી. તાલુકા પોલીસ દ્વારા જેતપર ગામ જુના જીનની સામે પાણીના ટાંકાની બાજુમાં ખુલ્લા પટ્ટમાં જુગાર રમતા જગદીશભાઇ માવજીભાઇ ઢવાણીયા (ઉ.વ-૩૫, ધંધો-મજુરી), રશીકભાઇ ધરમશીભાઇ દેત્રોજા (ઉ.વ-૨૭, ધંધો-મજુરી), સુનિલ ઉકાભાઇ દેગામા (ઉ.વ.૨૨, ધંધો.મજુરી), હર્ષદભાઇ જયંતીભાઇ માલણીયાત (ઉ.વ.૨૭, ધંધો.મજુરી, રહે. જી.ઇ.બી ઓફીસ સામે), સાગર અમરશી માલણીયાત (ઉ.વ.૨૧, ધંધો.મજુરી, રહે. જી.ઇ.બી સામે) તથા લાલજી ધનજીભાઇ સાતોલા (ઉ.વ.૩૦, ધંધો.મજુરી, રહે.જુના જીન સામે)ને પકડી પાડી આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, તાલુકા પોલીસ દ્વારા ટીંબડી ગામના પાટીયા નજીક પાટીદાર ટાઉનશીપમાં જુગાર રમતા ધર્મેશભાઇ ભીમજીભાઇ વાછાણી (ઉવ.૩૭, ધંધો.કોન્ટ્રાકટર, રહે. પાટીદાર ટાઉનશીપ), વિનોદભાઇ રમણીકભાઇ કુંણપરા (ઉવ.૩૪, ધંધો.પ્રા.નોકરી, રહે. પાટીદાર ટાઉનશીપ), જયેશભાઇ મનસુખભાઇ શેખલીયા (ઉવ.૨૮ ધંધો, પ્રા.નોકરી, રહે.લાલપર જુના ગામમાં ચરમારીયા દાદાના મંદિર પાસે), અલ્પેશભાઇ મનસુખભાઇ ઘેટીયા (ઉવ.૩૬, ધંધો.પ્રા.નોકરી, રહે.પાટીદાર ટાઉનશીપ) તથા ચેતનભાઇ મહાદેવભાઇ ચડાસણીયા (ઉવ.૩૨, ધંધો.પ્રા.નોકરી, રહે. પાટીદાર ટાઉનશીપ)ને પકડી પાડી આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/